દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન ( ગેટ ટુ ગેધર ) વર્ષ ૨૦૧૯

તારીખ ૧૧/૧૦/૨૦૧૯

સભ્ય ભાઈઓ તથા બહેનો,

જય શ્રી કૃષ્ણ, જય શ્રી ઉમિયા માતાજી

આપ સર્વેને જણાવવાનું કે આપણા સમાજના સભ્યો ભાઈઓ અને બહેનો માટે દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન ( ગેટ ટુ ગેધર ) નુ આયોજન તારીખ ૨૯/૧૦/૨૦૧૯ ને મંગળવારના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે શ્રી પાટીદાર સેવા સમાજ બોરીવલી ખાતે રાખવા મા આવેલ છે તો આપ સર્વે જ્ઞાતિ બંધુઓને હાર્દિક નિમંત્રણ છે.

જો આપ સૌ પધારશો તો આપણા સમાજ ની એકતા ને ચાર ચાંદ લગાવી દેશુ , જેથી આપણે બધા એક બીજા ને મળીશુ ,રાસ ગરબા રમશું અને સાથે હસતા હસતા અલ્પાહાર લેશું, આપણી કહેવત છે ને કે જેના અન્ન સાથે હોય તેના મન પણ સાથે રહે , તો આપણે આ કહેવત અનુસરીએ.

તો ચાલો આપણે પણ આ ઉત્સવ મા સહભાગી થવા માટે સહ પરિવાર જઈશુ.

ખાસ નોંધ
૧) આ આયોજન માત્ર ને માત્ર મુંબઈ મા વસતા શ્રી પાટીદાર સેવા સમાજના સભ્યો માટે મર્યાદિત છે.
૨) આ બાબત ની બધા સભ્યો ને પત્ર તથા ઈલેક્ટ્રોનિક મીડિયા થી જાણ કરવા મા આવશે.

લી. શ્રી પાટીદાર સેવા સમાજ મુંબઈ


નવરાત્રી ઉત્સવ ૨૦૧૯

જય શ્રી ઉમિયા માતાજી

(૧) સહર્ષ ખુશાલી સાથે જણાવવાનુંકે કે આપણા બોરીવલી સમાજે દર વર્ષે ની જેમ આ વર્ષે નવરાત્રી ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે તો આપણા સમાજના લોકો ને આ ઉત્સવ મા સહભાગી થવુ અને આ ઉત્સવ ને યાદગાર બનાવીએ
ખાસ નોંધ આ ઉત્સવ માત્ર ને માત્ર શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના મુંબઈ મા વસતા જ્ઞાતિના લોકો માટેજ મર્યાદિત છે તેની નોંધ લેવી